પ્રાંત કચેરીએ SIRના ફોર્મની ચકાસણી વખતે.બ્લડપ્રેસર લો થઈ જતા તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયા
મોરબી : મોરબીમાં SIRની કામગીરી કરતી વેળાએ એક BLOની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ BLOને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મોરબીમાં આજે સવારે પ્રાંત કચેરી ખાતે બીએલઓ મનીશભાઈ જેઠવા SIRના ફોર્મની સ્ક્રુટીની કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું અચાનક બ્લડ પ્રેસર લો થઈ જતા તબિયત નાજુક થઈ ગઈ હતી. આથી અન્ય કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી બીએલઓને આ કચેરીના ઉપરના માળેથી મહામહેનતે સાવચેતીથી નીચે ઉતારી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. તેઓ મોરબી એલઇ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ હાલ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIRની કામગીરીમાં તેમને બીએલઓ સુપરવાઈઝરની ફરજ સોંપાઈ છે. પણ કામગીરીનું ભારણ વધતા તેમની તબિયત લથડી હોવાનું પ્રાથમિક અનુમાન છે.