RB NEWS દ્વારા અલગ-અલગ ક્રિએટિવ વીડિયો બનાવવામાં આવે છે. ડિજિટલ જાહેરાતોની સાથે બિઝનેસ પ્રમોશન, ગ્રાફિક્સ જેવા જાહેરાતના કામો પણ કરવામાં આવે છે.

મોરબી…માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું ઔદ્યોગિક શહેર. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. દિન દુગની – રાત ચૌગની વિકાસ અને પ્રગતિ પામતા આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી હોનારતો દરમિયાન મળતો આવ્યો છે. આજે મોરબી પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ મોરબી જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર મોરબીના મિડિયા ગ્રુપ પુષ્પરૂપ પ્રસ્તુત RB News મોરબી સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત છે.

જેનો ઉદ્દેશ પ્રજાની લાગણીઓને વાચા આપવાનો અને હેતુ દરેક સમસ્યાઓનાં નિરાકરણ લાવવાનો તથા સરકાર અને સમાજનો સમાધાનકારી સેતુ બનાવાનો છે એ સમાચારો, સંદેશા અને અભિવ્યક્તિઓનો સેતુ એટલે RB News.

આર બી ન્યૂઝ એક એવી ન્યૂઝ વેબસાઈટ, જે રાખશે પ્રત્યેક ગુજરાતીને મોરબીનાં તમામ ન્યૂઝથી વાકેફ. નીડર અને નિષ્પક્ષ સમાચારો સાથે પહેલાં અને વહેલાં સત્ય સમાચારોની વિસ્તારથી વિશ્વસનીય જાણકારી આપવાનાં પ્રયાસની નેમ લેતું સમાચારી સ્થળ એટલે આર બી ન્યૂઝ મોરબી. ખબર છે જ્યાં સત્ય અને સત્ય સમચારો છે જેની ઓળખ એટલે આર બી ન્યૂઝ મોરબી.