મોરબી તાલુકાના ઝીકીયારી ગામમાં આવેલા સિંચાઈ ના ડેમ એવા ઘોડાધ્રોઈ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાના કારણે 100 ટકા ડેમ ભરાયેલ હોવાથી પાણી છોડવાની જરૂરિયાત ઉભી થતા સિંચાઈ વિભાગ દ્વારા ડેમનો એક દરવાજો 0.02 મીટર ખોલવામાં આવ્યો હતો. ડેમમાંથી 110 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નદીમાં પાણીની આવક શરુ થતા સુરક્ષાને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા નદીના તટમાં લોકોની અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી હતી અને સિંચાઈ વિભાગે મોરબી તાલુકાના ઝીકીયારી ચકમપર જીવાપર જસમત ગઢ શાપર જેતપર રાપર મચ્છુ ગામ આ ઉપરાંત માંણાબા સુલતાન પુર ચીખલી સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.