મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામ દાદાના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતી નિમિતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ગતરાત્રે નવલખી રોડ સ્થિતિ પરશુરામ ધામ ખાતે મોટી સંખ્યામાં ભૂદેવોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. દરમિયાન આજે પરશુરામ જયંતિ નિમિતે મોરબીના ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી શોભાયાત્રા ઢોલ નગરા અને ડીજેનાં તાલે નીકળી પરશુરામ દાદાની શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ભક્તિભાવથી જોડાયા બાદ પરશુરામધામ ખાતે ભગવાન પરશુરામ દાદાને છપ્પન ભોગ ધરાવી મહા આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.