Sunday - Jun 02, 2024

ધોરણ 10માં મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ આવ્યું

ધોરણ 10માં મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ  આવ્યું

  એસ.એસ.સી. બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં ધોરણ 10માં મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાંથી કૂલ 10630 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાંથી 9099 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી કૂલ 681 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2024માં ધોરણ 10માં કૂલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી છાંત્ર સન્માન સમારોહ યોજાશે

મોરબી  : મોરબી માળીયા ટંકારા હળવદ અને ઉપરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૨૪ આગામી તારીખ ૧૫/૬/૨૦૨૪ ને શનિવારના રોજ યોજાનાર છેં