Thursday - Feb 12, 2026

મોરબીની મચ્છુ નદીના પટ્ટમાં ઝૂંપટપટ્ટીઓના લોકોને સલામત સ્થળે જવાની તાકીદ

મોરબીની મચ્છુ નદીના પટ્ટમાં ઝૂંપટપટ્ટીઓના લોકોને સલામત સ્થળે જવાની તાકીદ

: મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાનું આગામી દિવસોમાં રિપેરિંગ  કામ શરૂ કરવાનું હોવાથી આ મચ્છુ ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાશે. તેથી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ એમ હોય મચ્છુ-૨ ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોય ડેમ ખાલી કરવાનો હોવાથી ઝૂંપટપટ્ટીના લોકો અને ખાણી પીણીના સામાન્ય ધંધાર્થીઓ અને ૩૪ ગામને એલર્ટ કરાયા છે. જો કે, મચ્છુ-૨ ડેમના ગેઇટ રીપેરીંગ માટે નદીમાં પાણી છોડવામાં આવશે. પણ હાલ શહેરની વચ્ચોવચ્ચ મ્યુરયુઅલ નીચે વહેતી મચ્છુ નદીમાંથી આ પાણીનો પ્રવાહ નીકળવાનો હોય પણ ત્યાં ઘણા શ્રમિકોના ઝુંપડા થઈ ગયા છે. આ ઝુંપડામાં મોટી સંખ્યામાં લોકો રહે છે. તેમજ ખાણી પીણીના નાના નાના વેપારીઓ પણ અહીં પોતાની રેંકડી કે કેબીન રાખી ધંધો કરતા હોય એ બધા હેઠવાસના લોકોને સલામતી ખાતર મચ્છુ નદીના પટ્ટમાંથી હટી જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મોરબીની મચ્છુ નદીના પટ્ટમાં ઝૂંપટપટ્ટીઓના લોકોને સલામત સ્થળે જવાની તાકીદ