Thursday - Feb 12, 2026

મોરબી તેજસ્વી દીકરીઓને કલેકટરના હસ્તે એજ્યુકેશન કીટ અર્પણ. ​

મોરબી તેજસ્વી દીકરીઓને કલેકટરના હસ્તે એજ્યુકેશન કીટ અર્પણ.
​

મોરબી: 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને વેગ આપવા અને સમાજમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા મોરબીમાં એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા (માર્ચ-2025)માં શાળા કક્ષાએ પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓને કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

મોરબી તેજસ્વી દીકરીઓને કલેકટરના હસ્તે એજ્યુકેશન કીટ અર્પણ.
​
મોરબી તેજસ્વી દીકરીઓને કલેકટરના હસ્તે એજ્યુકેશન કીટ અર્પણ.
​

​આ કાર્યક્રમમાં કલેકટરના હસ્તે પ્રતિકાત્મક રૂપે પાંચ દીકરીઓને કીટ વિતરણ કરાયું હતું. દીકરીઓને માર્ગદર્શન આપતા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, "શિક્ષણ એ સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. દીકરીઓ માત્ર શિક્ષણ મેળવે તે પૂરતું નથી, પરંતુ તે થકી આત્મનિર્ભર બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે તે સમયની માંગ છે." તેમણે તમામ વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

​આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી અને જિલ્લા રોજગાર અધિકારી મનીષાબેન સાવનિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.