મોરબી: મોરબીના પંચાસર ગામે આગામી તારીખ 20/11/2026ને શુક્રવારના રોજ રાત્રે શ્રીશક્તિ માતાજી ના 951 માં જન્મોત્સવ નિમિત્તે 951 દિવડાની મહાઆરતી રાત્રે 7 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકથી માતાજીના હરખના માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. આ માંડવામાં જાણીતા કલાકાર જે કે ટીંબા તથા વિપુલ ખટાણા તથા દેવભાઇ રાવલ ડાકની રમઝટ બોલાવશે. તો આ તકે સમસ્ત ઝાલા પરિવાર પંચાસર તેમજ રાજ શક્તિ ગ્રુપ પંચાસર તરફથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.
શુભ સ્થળ - શક્તિ માતાજી મંદિર, ગામ પંચાસર તા,જિ મોરબી
તારીખ:- 20/11/2026 શુક્રવાર