મોરબી: મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજિત જ્ઞાનરત્ન એવોર્ડ - 2025/26 ગુજરાત બોર્ડમાં અવલ આવેલ વિધાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મોરબીની નીલકંઠ વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થિની માધવી સંદિપભાઈ રાઠોડે ધોરણ-10 S.S.C બોર્ડની પરીક્ષા-2026 માં શાળા કક્ષાએ 1st Rank (સ્કૂલ 1st ) મેળવી ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી,
તે બદલ મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા અને સેક્રેટરી હર્ષદભાઈ કાવર સહિતના હોદ્દેદારોએ વિદ્યાર્થિનીને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદ્યાર્થિનીની આ સફળતાથી શાળા પરિવાર અને રાઠોડ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.