Monday - Aug 03, 2026

મોરબીમાં 4 ઓગસ્ટે જલારામ ધામમાં વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ, તપાસથી ઓપરેશન સુધીની સુવિધા નિઃશુલ્ક

મોરબીમાં 4 ઓગસ્ટે જલારામ ધામમાં વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ, તપાસથી ઓપરેશન સુધીની સુવિધા નિઃશુલ્ક

મોરબીમાં 58 નેત્રયજ્ઞ કેમ્પમાં 7,401 નેત્રમણી ઓપરેશન, 16,159 લોકોએ લાભ લીધો

મોરબી : મોરબીના જલારામ ધામ ખાતે છેલ્લા 58 માસ દરમિયાન યોજાયેલા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં કુલ 16,159 લોકોએ આંખની તપાસ અને સારવારનો લાભ લીધો હતો. જેમાં 7,401 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. હવે આગામી મંગળવાર, તા. 4 ઓગસ્ટના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જલારામધામમાં યોજાનાર કેમ્પમાં આંખની તપાસથી લઈ નેત્રમણીના ઓપરેશન સુધીની સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. આ કેમ્પ સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા (હાલ રવજીભાઈ કૈલા-ઘુંટુવાળા) પરિવારના સહયોગથી યોજાશે. આંખના દર્દીઓની તપાસ ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવશે. જરૂરિયાત જણાય તેવા દર્દીઓના અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ લઈ જવા-લાવવાની વ્યવસ્થા ઉપરાંત રહેવા, ભોજન, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને આંખના ટીપાં સહિતની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

કેમ્પમાં આંખની તપાસ કરાવવા માટે અગાઉથી બુકિંગ કરાવવાની જરૂર નથી. દર્દીએ તપાસ સમયે આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. દર મહિનાની 4 તારીખે આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવશે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, હરીશભાઈ રાજા-9879218415, નિર્મિતભાઈ કક્કડ-9998880588 અને અનિલભાઈ સોમૈયા-8511060066નો સંપર્ક કરી શકાશે.

આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીના 58 કેમ્પમાં 16,159 લોકોએ લાભ લીધો છે, જ્યારે 7,401 દર્દીઓના નેત્રમણીના સફળ ઓપરેશન થયા છે.