Tuesday - Sep 29, 2026

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

દેશ માટે જ જીવી મૃત્યુ બાદ પણ બીજાને નવી જિંદગી આપી —એ જ શહીદ ભગતસિંહને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે

મોરબી : માત્ર 23 વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે હસતા હસતા ફાંસીએ ચડીને પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહની આજે જન્મજયંતિને માત્ર સ્મરણ અને Pપપ્પપ્પપપુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી ભગતસિંહના ત્યાગને લોકો આત્મસાત કરે તેવા હેતુસર મોરબીના ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા દેહદાન અને અંગદાન માટે સંકલ્પ લેવડાવવા ભગતસિંહને જન્મજયંતીની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા 500થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ પણ માનવબકલ્યાણ માટે ઉપયોગી બનવાનો સંકલ્પ લીધો હતો.

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

યંગ ઇન્ડિયા હર ગૃપ સLભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનમાંથી પ્રેરણા લઈને આ પહેલ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોને દેહદાન અને અંગદાનનું માનવીય તેમજ સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને મૃત્યુ બાદ પણ પોતાનું શરીર તબીબી શિક્ષણ માટે તથા અંગો જરૂરિયાતમંદોના જીવન બચાવવા ઉપયોગી બની શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

 

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

આ પહેલનો ઉદ્દેશ ભગતસિંહની જન્મજયંતિને માત્ર તેમના જીવન અને બલિદાનને યાદ કરવાનો દિવસ ન રાખી, તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારવાનો દિવસ બનાવવાનો હતો. 20 લોકોએ દેહદાન તેમજ 500થી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ લઈ આ માનવસેવાના પ્રયાસમાં જોડાઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

‘ફૂલોથી નહીં, લોકકલ્યાણના સંકલ્પથી શ્રદ્ધાંજલિ’

યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “શહીદ ભગતસિંહનું સમગ્ર જીવન આપણને શીખવે છે કે દેશસેવા માત્ર શબ્દો કે સૂત્રોમાં નહીં, પરંતુ પોતાના જીવનને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવામાં છે. ભગતસિંહે જીવતા જીવ માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. આપણે તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને મૃત્યુ પછી પણ કોઈને જીવન આપી શકીએ, કોઈના અંધકારમાં પ્રકાશ બની શકીએ અને આપણું શરીર તબીબી શિક્ષણ તથા માનવકલ્યાણ માટે ઉપયોગી બનાવી શકીએ તો તે તેમના પ્રત્યેની અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ બની શકે.”
 

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ

તેમણે વધુમાં કહ્યું કે, “અંગદાન જીવનને જીવન સાથે જોડતી માનવતાની મહાન સેવા છે. દેહદાન જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે અને અંગદાન કોઈ અજાણ્યા પરિવારમાં ફરી આશાનો દીવો પ્રગટાવી શકે છે. મૃત્યુ જીવનનો અંત હોઈ શકે, પરંતુ આપણા સેવાભાવનો અંત હોવો જરૂરી નથી.”

યુવાનોને ખાસ જોડાવા માટે અપીલ કરતાં દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “ભગતસિંહની જન્મજયંતિએ માત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા સુધી સીમિત ન રહીએ, પરંતુ માનવતા અને દેશસેવાનો સંકલ્પ પણ લઈએ. આપણા પછી પણ આપણું અસ્તિત્વ કોઈના જીવનમાં ધબકે, કોઈની આંખોમાં દુનિયા જુએ અને આપણું દેહ જ્ઞાનના સર્જનમાં ઉપયોગી બને, એ શહીદ ભગતસિંહના ત્યાગમય જીવનને આપેલી સાચી અને જીવંત શ્રદ્ધાંજલિ બની રહેશે.” “જીવતા દેશ માટે જીવીએ અને વિદાય પછી પણ માનવતા માટે ઉપયોગી બનીએ—એ જ શહીદ ભગતસિંહને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.”