Wednesday - May 06, 2026

મોરબી જિલ્લાનું ધો.10નું 89.13 ટકા પરિણામ : ગત વર્ષ કરતા 0.35 વધુ પરીણામ

મોરબી જિલ્લાનું ધો.10નું 89.13 ટકા પરિણામ :  ગત વર્ષ કરતા 0.35 વધુ પરીણામ

જિલ્લાના અધધધ 1139 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જિલ્લાની 43 શાળાઓનું 100 ટકા પરિણામ

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું એકંદર પરિણામ 89.13 ટકા આવ્યું છે. ગત વર્ષ 2025માં મોરબી જિલ્લાનું પરિણામ 88.78 ટકા હતું, આમ આ વર્ષે પરિણામમાં 0.35 ટકાનો સુધારો જોવા મળ્યો છે. પરિણામની આંકડાકીય માહિતી જોઈએ તો મોરબી જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 12300 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 12166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી 10843 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યા છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓનું પરિણામ

જિલ્લામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા મોટી સંખ્યામાં ઊંચા ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.

● A1 ગ્રેડ: 1139
● A2 ગ્રેડ: 2034
● B1 ગ્રેડ: 2260
● B2 ગ્રેડ: 2336
● C1 ગ્રેડ: 1967
● C2 ગ્રેડ: 1023
● D ગ્રેડ: 84

પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં E1 ગ્રેડ મેળવનાર 918 અને E2 ગ્રેડ મેળવનાર 405 વિદ્યાર્થીઓ છે. શાળાઓનું પરિણામ જોઈએ તો મોરબી જિલ્લાની 43 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી માત્ર 2 જ શાળાઓ છે. રાહતની વાત એ છે કે 0 ટકા પરિણામ ધરાવતી એક પણ શાળા મોરબી જિલ્લામાં નોંધાઈ નથી.

કેન્દ્ર મુજબ પરિણામમાં જોઈએ તો મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના પરિણામની ટકાવારી જોઈએ તો સિંધાવદર કેન્દ્ર 97.19 ટકા સાથે સૌથી મોખરે રહ્યું છે.

અન્ય કેન્દ્રોનું પરિણામ

● મોરબી: 88.71%
● વાંકાનેર: 87.12%
● ટંકારા: 94.11%
● જેતપુર (મચ્છુ): 79.88%
● સિંધાવદર: 97.19%
● હળવદ: 91.02%
● ચંદ્રપુર: 88.46%
● ચરાડવા: 79.41%
● પીપળીયા: 83.77%
● પીપળીયા રાજ: 95.49%