Saturday - Aug 15, 2026

હળવદના ચરાડવા ગામે દંપતી પર ધોકાથી હુમલો કરી જૂની અદાવતનો ખાર ઉતાર્યો

હળવદના ચરાડવા ગામે દંપતી પર ધોકાથી હુમલો કરી જૂની અદાવતનો ખાર ઉતાર્યો

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમાં રહેતા ફરિયાદી રીટાબેન પીન્ટુભાઈ હળવદીયા અને તેમના પતિ પિન્ટુભાઈ ગજેન્દ્રભાઈ હળવદીયા પર જુના ઝઘડાનો ખાર રાખી આરોપી અમિત મનોજ હળવદીયા, ધર્મેશ મનોજ હળવદીયા અને આરોપી વિરુ મનોજ હળવદીયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી કપાળ સહિતના ભાગે ઇજાઓ પહોંચાડી ઢીકાપાટુનો માર મારતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.