લાલપર નજીક બનેલી ઘટનામાં સુપર કેરી વાહનનો ચાલકને ઘાયલ
મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક ગત તા.4ના રોજ વાંકાનેરથી મરઘાં ભરી કચ્છ તરફ જઈ રહેલા સુપરકેરી વાહનને ફિયાટ કારના ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જતાં 150 મરઘાના મોત થયા હતા અને વાહન ચાલકને ઇજા પહોંચતા અકસ્માતના બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક ગત તા.4ના રોજ જીજે - 36 - વી - 8429 નંબરના સુપર કેરી વાહનને જીજે - 06 - ઇડી - 8658 નંબરની કારના ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માતના આ બનાવ અંગે સુપર કેરી વાહન ચાલક વિપુલભાઈ દેવજીભાઈ વિરસોડિયા ઉ.40 રહે.સિંધાવદર, વાંકાનેર વાળાએ આરોપી કાર ચાલક ગોપાલ વલ્લભભાઈ સાકરીયા રહે.જનળા કંધેવાડિયા તા.વીંછીયા જી.રાજકોટ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ફરિયાદીએ જાહેર કર્યું હતું કે,તેઓ વાંકાનેરના સણોસરાથી મરઘા ભરી કચ્છ તરફ જતા હતા ત્યારે કાર ચાલકે લાલપર નજીક ટક્કર મારતા તેમનું સુપરકેરી વાહન ત્રણ પલ્ટી મારી ગયું હતું અને ગાડીમાં ભરેલા 210 મરઘાં પૈકી 150 મરઘાના મોત થયા હતા અને ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.