Wednesday - May 06, 2026

માળીયામાં પુત્રીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકા કરી પિતા સહિત ત્રણ વ્યક્તિએ યુવકને છરીના ઘા ઝીંક્યા

માળીયામાં પુત્રીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકા કરી પિતા સહિત ત્રણ વ્યક્તિએ યુવકને છરીના ઘા ઝીંક્યા

મોરબી : માળીયા મિયાણા શહેરના ખારા વાંઢ વિસ્તારમાં રહેતા યુવકે યુવતીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હોવાની શંકા રાખી યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ હરિપર ગામ નજીક મચ્છુ નદી પાસે બોલાવી બેફામ માર મારી છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા શહેરના ખારા વાંઢ વિસ્તારમાં રહેતા ફરિયાદી યુનુસ સાવદીનભાઈ મોવર ઉ.18 નામના યુવકે આરોપી સલીમ સુભાનભાઈ કટિયા, સાદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટિયા રહે.બન્ને નવજીવન હોટલ પાસે માળીયા અને આરોપી ફારૂકભાઈ રહે.નવા અંજીયાસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સલીમ કટિયાની પુત્રીને કોઈ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતું હોય જે બાબતે આરોપીઓએ ફરિયાદી યુવતીને મેસેજ કરતો હોવાની શંકા રાખી હરિપર ગામની નદી પાસે બેફામ માર મારી છરીના ઘા ઝીકી દીધા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.