Wednesday - May 06, 2026

વાંકાનેરમાં માતાએ ભેંસ માટે ઘાસચારો વાઢવાનું કહેતા લાગી આવતા પુત્રીએ કર્યા ઝેરના પારખા

વાંકાનેરમાં માતાએ ભેંસ માટે ઘાસચારો વાઢવાનું કહેતા લાગી આવતા પુત્રીએ કર્યા ઝેરના પારખા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ટમુબેન અરવિંદભાઈ બાવળિયા ઉ.18 નામની યુવતીને ગત તા.29ના રોજ સાંજના સમયે તેણીની માતાએ ભેંસ માટે ઘાસચારો વાઢવાનું કહેતા નજીવી બાબતે મનોમન લાગી આવતા ટમુબેને ઘાસ બાળવાની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે, સારવાર દરમિયાન ટમુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.