હળવદ : હળવદ શહેરની હરિગુણ સોસાયટીમાં રહેતા અને હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડી ધરાવતા હર્ષદભાઈ ગોરધનભાઇ ખાવડીયા ઉ.વ.47 ગત તા.25ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે બોરની મોટર ચાલુ કરવા જતાં મોટર ચાલુ થતી ન હોવાથી ઇલેક્ટ્રિક મોટરનો કેબલ રીપેર કરતા હતા ત્યારે અચાનક વીજ શોક લાગતા હર્ષદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.