વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સ્ટોન સિરામિક ફેકટરીમાં કલરકામ કરતી વેળાએ પતરા ઉપરથી પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સ્ટોન સીરામીકમાં રહેતા વિનોદકુમાર સુલતાનસિંહ પાલ ઉ.42 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.