Thursday - Apr 23, 2026

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના રાણીપુર ગામના વતની વિનુસિંગ ભવનસંગ ખાટ નામનો યુવાન ફેક્ટરીની બાજુમાં જ આવેલ તળાવમાં ડૂબી જતાં ફાયર બ્રિગેડને બોલાવી શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.