Wednesday - Jul 15, 2026

મોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાનની દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બે અલગ અલગ દરોડા પાડી પાંચ આરોપીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે નોતીયાર પાનની દુકાન નજીકથી આરોપી ભરતભાઇ ભવાનભાઈ ગાગડિયા રહે.એલ.ઇ.કોલેજ પાસે મેદાનમાં તેમજ આરોપી સિકંદરભાઈ કાદરભાઈ પારેડી રહે.વીસીપરા વાળાઓને રોકડા રૂપિયા 5300 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં પોલીસે આજ સ્થળેથી આરોપી લાલભાઈ શંકરભાઇ ઓગણિયા રહે. મહેન્દ્રનગર આરોપી કરણભાઈ મથુરભાઈ હળવદીયા રહે.મહેન્દ્રનગર અને આરોપી રજનીભાઇ ઉર્ફે તેજો અજિતભાઈ હળવદીયા રહે.મહેન્દ્રનગર વાળાઓને રોકડા રૂપિયા 2700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.