મોરબીમાં નાતજાતના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદોની સેવા કરનાર અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા માવતર વગરની દરેક જ્ઞાતિની અનાથ દીકરીઓને પોતાની દીકરી સમજીને યાદગાર સમૂહલગ્નનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 20/01/2025ને સોમવારના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓને માવતરની જરાય ખોટ ન લાગે તે રીતે તેમના વાજતે ગાજતે અને ધામેધૂમથી લગ્ન કરવામાં આવશે. જેથી માં-બાપ વિનાની દિકરીઓએ વહેલી તકે મો.95860 52226 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાંઆ આવ્યો છે. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં વર તથા કન્યા પક્ષ તરફથી મંડપમાં 25-25 માણસોની સંખ્યા રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.95860 52226 પર સંપર્ક કરવો