Friday - Jul 03, 2026

મોરબીના રંગપર ગામે પરિણીતાએ અકળ કારણોસર એસિડ ગટગટાવ્યુ

મોરબીના રંગપર ગામે પરિણીતાએ અકળ કારણોસર  એસિડ ગટગટાવ્યુ

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે શક્તિનગરમાં રહેતા ભક્તિબા રાજદીપસિંહ ઝાલા ઉ.26 નામના પરિણીતાએ ગત તા.30 જુનના રોજ સાંજના સમયે પોતાના ઘેર કોઈ કારણોસર એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.2ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.