Thursday - Jul 02, 2026

જેતપરમાં વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી માટે કામચલાઉ રીતે ઉપવાસી છાવણીનું સ્થળાંતર

જેતપરમાં વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી માટે કામચલાઉ રીતે ઉપવાસી છાવણીનું સ્થળાંતર

હાલ વરસાદની સીઝન ચાલતી હોય વરસાદથી ખેડૂતોને તકલીફ ન પડે તે માટે વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરાઇ

મોરબી : મોરબીના જેતપર ખાતે વીજ લાઈનના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસ આંદોલન આજે 15 માં દિવસમાં પ્રવેશ્યું છે.  આજે આ લડતમાં જોડાયેલા ખેડૂતોને સમગ્ર ગુજરાતમાંથી બહોળો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. વરસાદની સ્થિતિના પગલે છાવણીના સ્થળે વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.

ગુજરાત ઉપવાસ છાવણી દ્વારા અન્ય લોકોને પણ ખેડૂતોના અધિકારની આ લડતમાં સહભાગી થવા અને જેતપર ઉપવાસ છાવણી ખાતે પધારી સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરના તમામ ગામ અને જિલ્લાઓમાંથી સમર્થન આપવા પહોંચેલા ખેડૂત ભાઈઓ અને બહેનોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને 'જય જવાન જય કિસાન' તથા 'ખેડૂત એકતા જિંદાબાદ' ના નારા સાથે લડતને વેગવંતી બનાવવામાં આવી રહી છે. વરસાદની સિઝનને લઈને હાલ જ્યાં આંદોલન ચાલી રહ્યું છે તે સ્થળ પર વોટર પ્રૂફ ડોમ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી, ઉપવાસ છાવણીને હાલ એક દિવસ પૂરતી જેતપરની રામ વાડી ખાતે ખસેડવામાં આવી છે. સમર્થન આપવા આવનાર તમામ લોકોને હવે રામ વાડી ખાતે પહોંચવા જણાવાયું છે.