Tuesday - Nov 17, 2026

મોરબીમાં આવતીકાલે 66 કેવી લીલાપર સબ સ્ટેશન હેઠળના વિવિધ ફીડરોમાં વીજ કાપ.

મોરબીમાં આવતીકાલે 66 કેવી લીલાપર સબ સ્ટેશન હેઠળના વિવિધ ફીડરોમાં વીજ કાપ.

RBNews મોરબી : મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના 66 કેવી લીલાપર જેટકો સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે તારીખ 18.11.2026ના રોજ સવારે 07:30 થી બપોરે 03:00 કલાક સુધી વિવિધ ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેરની યાદીમાં જણાવ્યા મુજબ, લીલાપર એસ એસથી નીકળતા દેવકીનંદન ઈન્ડ, દિવ્યાંગ ઈન્ડ, ગુરુદેવ ઈન્ડ, રાધેશ્યામ ઈન્ડ, સોહમ ઈન્ડ, આજવેતો ઈન્ડ, સ્પેનિયા ઈન્ડ, નવાગામ જેજીવાય, લીલાપર અર્બન, કપિરાજ અર્બન, શાલીગ્રામ જેજીવાય અને લખધીરનગર એજી ફીડરોમાં મેન્ટેનન્સની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

આ ફીડરોમાં આવતા તમામ રહેણાંક, ઈન્ડસ્ટ્રીયલ, ખેતીવાડી તેમજ વાણિજ્ય વીજજોડાણોમાં વીજ પુરવઠો ખોરવાશે. જોકે, મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે. તેવું યાદીમાં જણાવ્યું છે.