Thursday - Jul 02, 2026

જેતપરમાં ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસીની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

જેતપરમાં ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસીની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

મોરબી : મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. વીજલાઈન મુદે ખેડૂતો મક્કમતાથી લડી રહ્યા છે. તેવામાં આંદોલન દરમિયાન આજે વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત અચાનક બગડી હોવાનું સામે આવ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જેતપરમાં આંદોલનમાં ઉપવાસ પર ઉતરેલા નિલેશ પ્રાણજીવનભાઈ અઘારાની તબિયત આજે અચાનક વધુ લથડી હતી. તેમની સ્થિતિ ખરાબ જણાતા સાથી ખેડૂતો અને આગેવાનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં ઉપવાસીઓની તબિયત બગડવાના બનાવોને પગલે હવે ખેડૂતોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેતપરમાં ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસીની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા