80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે ગુજરાત સરકાર દ્વારા સન્માન કરાયું
મોરબી : 80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબીને ગુજરાત સરકાર તરફથી સમાજસેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સન્માનિત કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર તરફથી મળેલું આ સન્માન મુસ્કાન વેલફેર સોસાયટી માટે અત્યંત ગૌરવપૂર્ણ અને સન્માનનીય ક્ષણ બની રહી હતી. આ સન્માન સંસ્થાના તમામ સભ્યોના નિષ્ઠાપૂર્વકના સેવાભાવ, સમર્પણ અને સતત મહેનતનું પરિણામ છે.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ લોકોની સહાય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય તથા વિવિધ સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા મળેલું આ સન્માન સંસ્થાના તમામ સભ્યો માટે ગૌરવની સાથે સાથે ભવિષ્યમાં વધુ ઉત્સાહ અને સમર્પણથી સમાજસેવા કરવા માટે પ્રેરણારૂપ બન્યું છે.