Sunday - Aug 16, 2026

મોરબીમાં હાઈટેક શિક્ષણ યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા સંસ્કૃત કક્ષનો પ્રારંભ

મોરબીમાં હાઈટેક શિક્ષણ યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા સંસ્કૃત કક્ષનો પ્રારંભ

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને સંસ્કૃત બોર્ડ અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં થયું.

મોરબી (૧૬ ઓગસ્ટ, ૨૦૨૬): સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન થાય તેવા ઉમદા આશય સાથે નવનિર્મિત 'સંસ્કૃત કક્ષ'નું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું હતું.

મોરબીમાં હાઈટેક શિક્ષણ યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા સંસ્કૃત કક્ષનો પ્રારંભ

કાર્યક્રમની શરૂઆત પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યમંત્રી તથા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલિવાલ તેમજ 'સંસ્કૃત ભારતી' સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 
મોરબીમાં હાઈટેક શિક્ષણ યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા સંસ્કૃત કક્ષનો પ્રારંભ

અતિથિવિશેષ હિમાંજયભાઈ અને પ્રણવભાઈએ શાળામાં ચાલતી સંસ્કૃત, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ આધારિત પ્રવૃત્તિઓની સરાહના કરતાં પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. સાંસ્કૃતિક કૃતિઓ અને સન્માન સમારોહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, ગીત પ્રસ્તુતિ, 'સાઇન્સ ઇન સંસ્કૃત', કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર, અભિનય ગીત, સંસ્કૃત ગરબા અને સંસ્કૃત માધ્યમથી વાર્તા સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે 'સંસ્કૃત ગૌરવ પરીક્ષા'માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં હાઈટેક શિક્ષણ યુગમાં દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા સંસ્કૃત કક્ષનો પ્રારંભ

કાર્યક્રમનું પ્રારંભિક પ્રસંગોચિત વક્તવ્ય સંસ્થાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આપ્યું હતું, જ્યારે સમગ્ર સંચાલન વિવેકભાઈ શુક્લ અને સંસ્કૃત આચાર્ય દ્વારા કરાયું હતું. અંતમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અધ્યક્ષ અને રાજ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રીબન કાપી સંસ્કૃત કક્ષનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આભારદર્શન ગણેશભાઈ કંજારિયાએ કર્યું હતું.