Friday - Oct 02, 2026

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે થશે લોકાર્પણ; પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત 11મું પુસ્તકાલય વિદ્યાર્થીઓ-યુવાનો માટે જ્ઞાનનું કેન્દ્ર બનશે

મોરબી : હળવદ તાલુકાના ચરાડવા ગામે આગામી 5 ઓક્ટોબર, 2026ના રોજ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની સ્મૃતિમાં નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ યોજાશે. સાંજે 4 વાગ્યે યોજાનારા સમારોહમાં વિશ્વવંદનીય સંત અને ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના પાવન હસ્તે “પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું લોકાર્પણ કરવામાં આવશે. આ પુસ્તકાલય પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત 11મું પુસ્તકાલય છે.

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવાના પનોતા પુત્ર અને કિડની ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની સ્મૃતિને જ્ઞાન અને સંસ્કાર સાથે જીવંત રાખવાના હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તથા જ્ઞાનની સંસ્કૃતિને વેગ મળે તે દિશામાં પુસ્તકાલય ઉપયોગી બનશે. વિદેશની સુખ-સુવિધા અને ધીકતી કમાણીનો ત્યાગ કરી ભારત પરત ફરેલા ડૉ. એચ. એલ. ત્રિવેદીએ અમદાવાદમાં કિડની હોસ્પિટલ સ્થાપી તબીબી ક્ષેત્રે અને માનવસેવામાં યોગદાન આપ્યું હતું.
 

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ

સમારોહમાં શ્રીમતી સુનિતાબેન એચ. ત્રિવેદી, પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, ડૉ. પ્રાંજલ મોદી (ડાયરેક્ટર, IKD કિડની હોસ્પિટલ, અમદાવાદ), શ્રી દિલીપભાઈ દેશમુખ (અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ) તથા પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદી (પૂર્વ કુલપતિ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની પણ ઉપસ્થિતિ રહેશે.

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

જય શ્રી રામ ગૌશાળા સંભાળશે પુસ્તકાલયનું સંચાલન

પુસ્તકાલયનું નિયમિત સંચાલન જય શ્રી રામ ગૌશાળા, ચરાડવા દ્વારા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનોને તેનો વધુમાં વધુ લાભ મળે તથા ચરાડવા અને આસપાસના વિસ્તારમાં વાંચન-જ્ઞાનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો હાથ ધરાશે. કાર્યક્રમના સંકલનમાં મહેશભાઈ કાનાણી અને તપનભાઈ દવે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

સ્થળ: પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી જન્મસ્થળ, શ્રી રણછોડરાયજી મંદિર ચોક પાસે, ચરાડવા, તા. હળવદ, જિ. મોરબી
તારીખ: 05-10-2026, સોમવાર
સમય: સાંજે 4:00 કલાકે

હળવદના ચરાડવામાં 5મીએ પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ