મોરબી : મોરબી-વાંકાનેર હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કુબેર ટોકીઝ નજીક એકસાથે વાહનો અથડાયાં હતા. પણ સદનસીબે જાનહાનિ થઈ નથી.
મોરબી-વાંકાનેર હાઈવે પર કુબેર ટોકીઝ નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર ટ્રાફિકના કારણે એક વાહનના ચાલકે બ્રેક લગાવતાં બ્રેક ન લાગતા પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આ અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી હોવાના કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી.