Wednesday - Jul 22, 2026

હળવદના શક્તિનગર પાસે લોખંડ ચોરી કરતા બેને ૩૫ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

હળવદના શક્તિનગર પાસે લોખંડ ચોરી કરતા બેને ૩૫ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

લોખંડની ચોરીમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા શોધખોળ

મોરબી: હળવદ તાલુકાના શક્તિનગર ગામની સિમમા ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લઈને પૂછપરછ કરતા અન્ય બે શખ્સોનુ નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસની ડી સ્ટાફની ટિમ હળવદ હાઇવે પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે લોખંડ ચોરી થતી હોવાની બાતમી મળતા દરોડો પાડતા વિપુલભાઇ કાળુભાઇ પરમાર  તથા રાવતારામ સેરારામ બાનાને ટ્રક અને રૂ.૨૦ લાખના લોખંડના સળિયા મળી કિ.રૂ.૩૫,૯૦,૦૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ સાથે દિલીપભાઇ ઘનશ્યામભાઈ ભાટીયા  પ્રભુરામ હેમતારામ નહેરાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.