મોરબી:- મોરબી શહેરમાં આવેલ અને જિલ્લાની સૌથી આધુનિક હોસ્પિટલ આયુષ હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપી દ્વારા પાયલો પ્લાસ્ટિનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યો હતું, જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પીપળી ગામના વતની ભુમિબેન ઉંમર વર્ષ 17 ને પડખામાં દુખાવો થતો હોય તે વધુ સારવાર માટે મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ડોક્ટર કેયુર પટેલ (યુરો) સર્જન ને બતાવા માટે આવ્યા હતા, ડોક્ટર કેયુર પટેલ આયુષ હોસ્પિટલમાં યુરો સર્જન તરીકે પોતાની ફરજ બજાવે છે, ડૉ કેયુર પટેલે દર્દી ને રેડિયોલોજીકલ રિપોર્ટ કરવા જણાવ્યું હતું એટલે દર્દી એ રેડિયોલોજીકલ વિભાગમાં જઈને રેડિયોલોજીકલ રિપોર્ટ કરાવ્યો હતો, તો તે રિપોર્ટમાં તેમને કિડનીમાં સોજો આવી ગયેલ છે તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી DTPA સ્કેન દ્વારા એ કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે તેમની જમણી કિડનીની નળીમાં બ્લોક છે જેને મેડિકલ ભાષામાં પેલ્વી-યુરેટિક જંકસન ઓબસ્ટ્રકશન કહેવાય છે. તે માટે દર્દીનું સફળતા પૂર્વક લેપ્રોસ્કોપીક ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયા બાદ દર્દીના સગાએ ડોક્ટર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો, આયુષ હોસ્પિટલ ના ડોક્ટર જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન બે પ્રકારની થતા હોય એક કાપો મૂકીને (ઓપન) અને બીજું લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીન દ્વારા થતું હોય છે જે મા કાપો મુકવો પડતો નથી, જે કાપો મુકીને ઓપરેશન કરવામાં આવે છે તેમાં રૂજ આવતા ઘણો સમય લાગે અને દર્દીને દુખાવો પણ વધુ થાય છે, જેથી તેમાં રિકવરી આવતા વધુ સમય લાગતો હોય છે, અને દર્દીને લાંબો સમય બેડ રેસ્ટ પણ રેવું પડતું હોય છે, લેપ્રોસ્કોપીક ઓપરેશનમાં કાપો મુકવો પડતો નથી અને દુખાવો પણ ઓછો થાય છે, અને દર્દી વહેલા સાજા થઈ જાય છે અને કામ પર લાગી શકે છે, આ પ્રકારના ઓપરેશન મોરબી જિલ્લા તેમજ નાના શહેરોમાં થતા નથી, માત્ર મોરબી શહેરેમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે જ કરવામાં આવે છે, જેથી આ ઓપરેશન આયુષ હોસ્પિટલની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવવામાં આવે છે.