હળવદ : હળવદના કોયબા ગામના પાટિયા પાસેથી પોલીસે એક આઇસરમાં સબસીડીવાળા રાસાયણિક યુરિયા ખાતરની ૪૦૦ બેગ સાથે બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય, જે દરમિયાન કોયબા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર સબસીડીયુક્ત રાસાયણીક યુરીયા ખાતરનો જથ્થો IFFCO કંપનીની ૪૫ કિલોની ૪૦૦ બેગ કુલ કી. રૂ.૮,૦૦,૪૫૬/- સાથે નાગજીભાઇ રાજાભાઈ ગમારા(ભરવાડ) ઉ.વ.૩૭ રહે. નવા મકનસર અને કરશનભાઇ સેલાભાઈ ડોરાળા ઉ.વ.૨૭ રહે.રાણેકપર તા.હળવદવાળાને પકડી લેવામાં આવ્યા છે. આ સાથે આઇસર અને સ્વીફ્ટ મળી કુલ રૂ.૧૫,૦૦,૪૫૬ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.