Saturday - May 16, 2026

મોરબીમાં પુલ પર ખતરનાક સ્ટંટ કરનાર રીક્ષા ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

મોરબીમાં પુલ પર ખતરનાક સ્ટંટ કરનાર રીક્ષા ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

મોરબી : મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન કરી જોખમી રીતે વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં મોરબીના મયુર પુલ પર જાહેરમાં બીજાના અને પોતાના જીવ જોખમમાં મૂકી રીક્ષા ચાલકનો જોખમી રીતે સ્ટંટ કરતો એક વીડિયો વહેતો થતો પોલીસે તુરંત એક્શનમાં આવી રીક્ષા ચાલકને જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વાયરલ વીડિયોની ગંભીર નોંધ લઈને મોરબી ટ્રાફિક શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રીક્ષા ચાલકે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, "સ્ટંટ કરવાની મારી ભૂલ થઈ ગઈ, તમે આવી ભૂલ ન કરશો."