મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામ નજીક જીજે - 39 - ટી - 0353 નંબરના ટ્રક ચાલકે આગળ જતી જીજે -12 - એકે - 9481 નંબરની અલ્ટો કારને ઠોકર મારી કારમાં નુકશાન પહોચાડ્યું હતું.અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલકે નુકશાનીના પૈસા આપવા વાયદો કરી પૈસા ન આપતા અલ્ટો કાર માલિક મુળજીભાઈ રામજીભાઈ પનારા ઉ.71, રહે.ગાંધીનગર વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.