Thursday - Jul 02, 2026

મોરબીમાં પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ વખતે હાર્ટએટેક આવતા યુવાનનું મોત

મોરબીમાં પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ વખતે હાર્ટએટેક આવતા યુવાનનું મોત

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા ઉ.25 ગઈકાલે રાત્રીના સમયે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં વોકિંગ કરતા હતા ત્યારે તેઓને અચાનક ગભરામણ થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીના એલ ઇ ગ્રાઉન્ડમાં દોડ્યા બાદ હાર્ટ અટેક આવતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા 25 નામના યુવાનનું મોત થયું હતું. મૃતક યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હોય દોડની પ્રેક્ટિસ માટે ગયો હતો ત્યારે આ કરુણ ઘટના બનતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.