મોરબી : ટંકારાથી ખીજડીયા રોડ તરફ બાઇક પર પુત્ર સાથે ઘરે જઈ રહેલા યુવાને રસ્તામાં લઘુશંકા માટે બાઇક ઊભું રાખ્યું હતું. દરમિયાન બાઇક પાસે ઊભેલા તેના પુત્ર અને બાઇકને પીળા કલરના ટ્રેક્ટરના ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિશોરને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિત ડાબા પગમાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પિતાએ ટ્રેક્ટરના અજાણ્યા ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારામાં શ્રીરામ મસાલા કારખાનાની સામે ખીજડીયા રોડ પર રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનુભાઈ વાળા (ઉં.વ.36)એ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના પુત્ર મયુર સાથે બાઇક નંબર GJ-13-AJ-2920 પર ટંકારાથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લઘુશંકા કરવા માટે તેમણે બાઇક ઊભું રાખ્યું હતું અને તેમનો પુત્ર બાઇકના ટેકે ઊભો હતો. આ દરમિયાન પીળા કલરના ટ્રેક્ટરનો અજાણ્યો ચાલક પૂરઝડપે આવી બાઇક અને તેમના પુત્રને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. અકસ્માતમાં મયુરને ડાબા હાથમાં ફ્રેક્ચર અને ડાબા પગમાં ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે પિતાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.