Wednesday - Nov 25, 2026

રાત્રિના 2 વાગ્યે મેયર ઉત્તમભાઈ સુરાણી નવા બસ સ્ટેન્ડ પાસે રોડની કામગીરી જોવા પહોંચ્યા

ટુ-લેયર રોડના કામનું સ્થળ નિરીક્ષણ કરી ગુણવત્તા જાળવવા અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોની કામગીરી વચ્ચે મેયર ઉત્તમભાઈ સુરાણીએ રાત્રિના 2 વાગ્યે નવા બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલા ટુ-લેયર રોડના કામનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

મેયરે મોડી રાત્રે સ્થળ પર પહોંચી રોડની કામગીરી અને બાંધકામની ગુણવત્તા ચકાસી હતી. નિરીક્ષણ દરમિયાન કામગીરીની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કરી સંબંધિત અધિકારીઓને કામમાં ગુણવત્તા જાળવી રાખવા તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. મહાનગરપાલિકાના વિકાસકાર્યોની દેખરેખ માટે મેયરે મોડી રાત્રે પણ સ્થળ મુલાકાત લેતાં આ નિરીક્ષણ ચર્ચાસ્પદ બન્યું છે.