Saturday - May 16, 2026

ટંકારામાં ગોગો સ્ટીક અને રોલિંગ પેપરનું વેચાણ કરતા બે ઝડપાયા

ટંકારામાં ગોગો સ્ટીક અને રોલિંગ પેપરનું વેચાણ કરતા બે ઝડપાયા

ટંકારા : ટંકારામાં પ્રતિબંધિત એવા ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે શખ્સોને એસઓજીની ટીમે ઝડપી લઈ તેમની સામે ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારામાં ગોગો સ્ટીક અને રોલિંગ પેપરનું વેચાણ કરતા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરમાં ગોગો સ્ટીક અને રોલીંગ પેપર વેંચતા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવામાં મોરબી એસઓજી ટીમે ટંકારામાં બાતમીના આધારે દરોડો પાડી ગોગો સ્ટીક અને રોલિંગ પેપર વેંચતા એજાજભાઈ ગનીભાઈ જુણાય ઉ.વ.૩૫, રહે. મેમણશેરી, ટંકારા અને ઈકબાલભાઈ આદમભાઈ માંકડીયા ઉ.વ.૫૧, રહે. સંધીવાસ, ટંકારાવાળાને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી નશાકારક ગોગો સ્ટીક નંગ-૫૧ અને રોલીંગ પેપર નંગ-૨૫ મળી આવ્યા હતા. આ બન્ને સામે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.