Saturday - May 16, 2026

મોરબીમાં નવનિર્મિત ચેરિટી ભવનનું કાલે લોકાર્પણ

મોરબીમાં નવનિર્મિત ચેરિટી ભવનનું કાલે લોકાર્પણ

મોરબી : ગુજરાત સરકારના કાયદા વિભાગ હેઠળના ચેરીટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, મોરબીને તેનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ સમારોહ આવતીકાલે તા. 18ના રોજ બપોરના 3 કલાકે રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના વરદ હસ્તે ભવનને ખુલ્લું મૂકવામાં આવશે. નવું ચેરિટી ભવન મોરબીમાં શક્તશનાળા વિસ્તારમાં, હ્યુન્ડાઇના શોરૂમની સામે અને સી.એન.જી. પમ્પની બાજુમાં આવેલું છે. જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીની આ નવી ઇમારતથી મોરબી પ્રદેશના ટ્રસ્ટો અને સંગઠનોને વહીવટી કામગીરીમાં વધુ સરળતા અને સુવિધા પ્રાપ્ત થશે.