Saturday - Apr 04, 2026

ટંકારામાં વાહનચોર ઝડપાતા બે ચોરીના ભેદ ઉકેલાયા

ટંકારામાં વાહનચોર ઝડપાતા બે ચોરીના ભેદ ઉકેલાયા

 ટંકારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળેલા ઓટાળા ગામના આશિષ કાંતિલાલ ઘોરેચા નામના શખ્સ પાસેથી બાઈકના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરતા પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા વેલ્ડીંગ કામ કરતા આરોપીએ બાઈક ચોરીનું હોવાનું કબુલ્યું હતું. બાદમાં ટંકારા પોલીસે  વધુ પૂછપરછ કરીને વાહન ચોરીના બે બનાવોના ભેદ ખોલી લજાઈના ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી એક તેમજ ખંભાળિયા શહેરમાંથી ચોરાયેલ એક વાહન મળી કુલ 29 હજારના બે વાહનો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.