Saturday - May 16, 2026

હળવદના ટીકર ગામે વિદેશી દારૂ સાથે બેની ધરપકડ

હળવદના ટીકર ગામે વિદેશી દારૂ સાથે બેની ધરપકડ

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટીકર ગામે દરોડો પાડી આરોપી કરણ ભુપતભાઇ રાણેવાડિયાના રહેણાંકમાંથી વિદેશી દારૂની 83 બોટલ કિંમત રૂપિયા 91,300 કબ્જે કરી હતી. આરોપી કરણની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂના આ ધંધામાં આરોપી વિષ્ણુ મૂળજીભાઈ નંદેસરિયા ઉ.26 રહે.લીપાપર (ચંદ્રગઢ) તા.હળવદ વાળાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.