Saturday - Jul 04, 2026

મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝની 17 ફીરકી સાથે બેની ધરપકડ

મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝની 17 ફીરકી સાથે બેની ધરપકડ

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના મહેન્દ્રપરા શેરી નંબર 15મા રહેતા આરોપી માહિર મુસ્તકભાઈ પાયકના રહેણાંકમાં દરોડો પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 17 ફીરકી કિંમત રૂપિયા 6800 કબ્જે કરી હતી. વધુમાં આરોપીએ ચાઈનીઝ દોરાની ફીરકી આરોપી વિપુલ હસમુખભાઈ પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી બીએનએસ કાયદા અન્વયે કાર્યવાહી કરી હતી