Saturday - May 16, 2026

વાંકાનેરમાં પિસ્તોલ જેવું હથિયાર બતાવી આ સગુ નહિ થાય કહી ધમકી આપી

વાંકાનેરમાં પિસ્તોલ જેવું હથિયાર બતાવી આ સગુ નહિ થાય કહી ધમકી આપી


કારખાનામાં ડમ્પર ચલાવવા મામલે કુહાડી, પાઇપ અને ધોકા વડે હુમલામાં ત્રણને ઇજા, આઠ વિરુદ્ધ ગુનો દાખલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા યુવાનને અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે જાલીડા ગામના શખ્સ સાથે માથાકૂટ થઈ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.11ના રોજ આઠ આરોપીઓએ યુવાન અને તેમના ભાણેજ અને ભત્રીજાને લોખંડના પાઇપ, કુહાડી તેમજ લાકડાના ધોકા વડે માર મારતા હુમલાની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા અને પશુપાલન કરતા ફરિયાદી સાર્દુલભાઇ મેરાભાઇ લોહ ઉ.45 વાળાને અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે આરોપી ભુપતભાઇ ઘુસાભાઇ હાડગરડા સાથે ઝઘડો થયો હોય ગત તા.11ના રોજ આરોપી ભુપતભાઇ ઘુસાભાઇ હાડગરડા, જગમાલભાઇ હાડગરડા, જીવણભાઇ નારૂભાઇ હાડગરડા રહે.ત્રણેય, જાલીડા, જગાભાઇ ગોવિંદભાઇ સુસરા રહે.ભલગામ અને આરોપી વિપુલભાઇ કોળી રહે.હોલમઢ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં બોલાવી ઝગડો કરી માર માર્યો હતો. આ સમયે ફરિયાદીનો ભત્રીજો વિજય તથા ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ બન્ને ત્યાંથી નીકળતા તેઓ ઝઘડામાં વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ કુહાડી અને પાઈપથી માર મારી ફરિયાદી સાર્દુલભાઈને પિસ્તોલ જેવું હથિયાર બતાવી આ સગુ નહિ થાય કહી ધમકી આપતા આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે