Saturday - May 16, 2026

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતની જનજાગૃતિ માટે નીકળી રેલી

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતની જનજાગૃતિ માટે નીકળી રેલી

મોરબી : મોરબીમાં પીજીવીસીએલ દ્વારા આજે વીજ સલામતી અને ઉર્જા બચત રેલી યોજવામાં આવી હતી. જે નટરાજ ફાટકથી શરૂ થઈ ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતની જનજાગૃતિ માટે નીકળી રેલી

મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર.કારીયાએ જણાવ્યું કે આમ તો આખું વર્ષ વીજ બચત અને વીજ સલામતીના કાર્યક્રમો યોજાતા હોય છે. પણ ડિસેમ્બર મહિનામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત આજે રેલી યોજવામાં આવી છે. તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જરૂરિયાત ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વીચ ઓફ કરી વીજ બચત કરવી. વીજ બચત એ જ વીજ ઉત્પાદન એ સૂત્રને સાર્થક કરવાના તમામ લોકો પ્રયાસ કરે. જેટલી વીજ બચત કરીશું એટલો જ લાભ છે. આવતા ભવિષ્યમાં કોલસો અને પેટ્રોલિયમ ઓછો મળશે અથવા બંધ થઈ જશે માટે સોલાર અને પવન ઉર્જા તરફ વળીએ. વધુમાં આ ગ્રીન એનર્જી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવશે. સરકાર દ્વારા પીએમ સૂર્યોદય યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે સબસીડી આપવામાં આવે છે. વધુ લોકો ઘરમાં સોલાર લગાવે અને તેનો લાભ લ્યે

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતની જનજાગૃતિ માટે નીકળી રેલી
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતની જનજાગૃતિ માટે નીકળી રેલી