દુકાનની વસ્તુઓ સાથે સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી ગયા
મોરબી : મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર એક જનરલ સ્ટોરમાં આજે વહેલી સવારે તસ્કરોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે જનરલ સ્ટોરની દુકાન ધરાવતા મનોજભાઈ લાલજીભાઈ ઓગણજાના જણાવ્યા અનુસાર તેમની દુકાનમાં ગત 16 સપ્ટેમ્બરના રોજ પણ તાળા તૂટ્યા હતા. ત્યારે રૂ.35 હજારની વસ્તુ ચોરાઇ હતી. ફરી આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં 5 ચોર તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. તેઓએ જનરલ સ્ટોરની ઘણી વસ્તુ તેમજ 2 કેમેરા અને ડીવીઆરની ચોરી કરી છે. કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ ચોરાયો છે. બહારનો કેમેરો વાળી નાખ્યો છે. આ મામલે પોલીસને પણ જાણ કરી છે.