Friday - May 01, 2026

મોરબીમાં 'મિની IPL'નો રોમાંચ: 18મીથી RPL સીઝન-2 સબ જુનિયર ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ.

મોરબીમાં 'મિની IPL'નો રોમાંચ: 18મીથી RPL સીઝન-2 સબ જુનિયર ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ.

મોરબી:શહેરમાં ક્રિકેટના ભાવિ સ્ટાર્સને પ્રોત્સાહન આપવા માટે ધ રોર ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત અને આરબી ન્યૂઝ દ્વારા પ્રાયોજિત ‘RPL સીઝન-2’ સબ જુનિયર અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટનું બિગુલ ફૂંકાઈ ગયું છે.

આગામી 18 જાન્યુઆરી, 2026થી ધ રોર એકેડમીના ગ્રાઉન્ડ પર આ ક્રિકેટ મહાકુંભ શરૂ થશે.

મોરબીમાં 'મિની IPL'નો રોમાંચ: 18મીથી RPL સીઝન-2 સબ જુનિયર ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ.

ટુર્નામેન્ટની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે પ્રોફેશનલ IPL ફોર્મેટ (વ્હાઈટ બોલ) મુજબ રમાશે, જે નાના બાળકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પૂરો પાડશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ રોમાંચક જંગમાં કુલ 4 ટીમો આમને-સામને ટકરાશે.

ફાઈનલ મેચ ગણતંત્ર દિવસે:

સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અલી ખાને માહિતી આપતા જણાવ્યું હતું કે, લીગ મેચોના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી બે ટીમો વચ્ચે 26મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના રોજ ગ્રાન્ડ ફિનાલે રમાશે.

એકેડમીના હેડ કોચ મનદીપ સિંઘના જણાવ્યા અનુસાર, ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે મોરબીના પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે અને મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી નાના ખેલાડીઓને આશીર્વાદ અને માર્ગદર્શન પૂરું પાડશે.