Saturday - May 02, 2026

હળવદમાં પિતાનો કામ બાબતનો ઠપકો કડવો ઝેર જેવો લાગતા સગીર પુત્રીએ ઝેરના પારખા કર્યા

હળવદમાં પિતાનો કામ બાબતનો ઠપકો કડવો ઝેર જેવો લાગતા સગીર પુત્રીએ ઝેરના પારખા કર્યા

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે ભરતભાઇ વજુભાઇ થડોદાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની રમેશભાઈ વેલીયાભાઈ ઉર્ફે વેલજીભાઈ નાયકની 17 વર્ષની પુત્રી અમિષા ઉર્ફે વર્ષા ઘરકામ કે ખેતીકામ કરતી ન હોવાથી પિતા રમેશભાઈએ કામ બાબતે ઠપકો આપતા અમિષા ઉર્ફે વર્ષાને મનોમન લાગી આવતા ગત તા.31ના રોજ ઝેરી દવા પી લેતા સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.3 જાન્યુઆરીના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.