Tuesday - Sep 29, 2026

મોરબીના ફાટસર ગામે શરતચુકથી ઝેરી દવા પી લેતા શ્રમિક પરિવારની પુત્રીનું મોત

મોરબીના ફાટસર ગામે શરતચુકથી ઝેરી દવા પી લેતા શ્રમિક પરિવારની પુત્રીનું મોત

મોરબી : મોરબી તાલુકાનાં ફાટસર ગામની સીમમાં કાનજીભાઈ જીવાભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત શ્રમિક પરિવારની 14 વર્ષની પુત્રી કાજલબેન સુલતાનભાઈ ભીલ નામની સગીરાએ ઝૂંપડામાં પડેલી દવા ભૂલથી પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.