Saturday - May 02, 2026

માળિયા(મી.)ના સુલતાનપુર નજીક રીક્ષા ફસાતા ટ્રેનને અટકાવી દેવાથી દુર્ઘટનાને ટળી

માળિયા(મી.)ના સુલતાનપુર નજીક રીક્ષા  ફસાતા ટ્રેનને અટકાવી દેવાથી દુર્ઘટનાને ટળી

મોરબી : માળિયા મિયાણાના સુલતાનપુર નજીક રેલવે ટ્રેક ઉપર એક રીક્ષા ફસાઈ જતા ટ્રેન રોકવી પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ બનાવમાં મોટો અકસ્માત સહેજમાં ટળ્યો હતો.

માળિયા મિયાણાના સુલતાનપુર પાસે આવેલ ફાટક પર રેલવે ટ્રેક પસાર કરતી વેળાએ એક રીક્ષા કપચીમાં ફસાઈ ગઈ હતી. જો કે આ વેળાએ એક ટ્રેન પણ આવી રહી હતી. રીક્ષા ફસાયેલી હોવાના કારણે ટ્રેનને થોડી દૂર જ થોભાવી દેવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રેલવે ટ્રેક ઉપર તાજેતરમાં કામ કરવામાં આવ્યું છે. અહીં રેલવે ટ્રેક પર વધુ પ્રમાણમાં કપચી હોય, છેલ્લા એક અઠવાડિયાથી વાહનોને રેલવે ટ્રેક પસાર કરવામાં હાલાકી પડી રહી છે. તેવામાં રેલવે તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત થાય તે પૂર્વે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.