મોરબીના મચ્છુ ડેમના પાંચ દરવાજા બદલવા માટે મચ્છુ ડેમ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આથી ડેમમાંથી છોડેલું પાણી સીધું જ મોરબીની મચ્છુ નદીમાં પસાર થતું હોય કોઈ જોખમભરી સ્થિતિ ન સર્જાય તે માટે મચ્છુ નદી ઉપરનો કોઝવે એટલે બેઠો પુલ બંધ કરી દેતા બધો જ ટ્રાફિક બન્ને પુલ એટલે અવરજવરના અલગ અલગ નદી ઉપર રહેલા મયુરપુલ અને પાડાપુલ ઉપર ઠલવાતા ટ્રાફિકની લગાતાર બે દિવસથી ટ્રાફિકની અંધાધુધી સર્જાય છે.
મોરબીના મયુરપુલ અને પાડાપુલ ઉપર આજે બીજા દિવસ વહેલી સવારથી જ ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને પુલ અવરજવરના હોય એટલે વર્ષો અગાઉ ટ્રાફિક સમસ્યા હલ કરવા નીચે મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવ્યા છતાં ટ્રાફિક ત્રણ ગણો વધ્યો છે. એનું કારણ કોઈ વાહન વગરનું છે જ નહીં. સાયકલ તો વિસરાઈ ગઈ અને મોટાભાગના લોકો પાસે ટુ વહીલરો અને ફોર વહીલરો સહિત અનેક વાહનોનો ઢગલો થવાથી માર્ગો સાંકડા પડવા લાગ્યા છે. આજે જ્યારે બીજા દિવસ ટ્રાફિકજામ થયો એમ હજારો લોકો અટવાયા હતા. એક તો પુલ ઉપર પહેલાથી ત્રણ-ચાર ગણો ટ્રાફિક હોય એમા આજે પુલ નજીક આવેલ નટરાજ ફાટક વારંવાર ટ્રેનો પસાર થતા ઉઘાડ બંધ થવાથી પુલ ઉપરથી શહેર તરફ જવાના માર્ગ ઉપર કલાકો સુધી હજારો વાહનો કાચબા ગતિએ ચાલ્યા હતા. આવા વાહનો એટલી હદે ફસાયા હતા કે, ઘડીક વાહનો ચાલે ત્યાં પાછો ટ્રાફિક બંધ થઈ જતો હોય એટલે કલાકો સુધી ઇધણ બળ્યું અને લોકો પણ રીતસર પરસેવે રેબઝેબ દેખાયા હતા. જ્યારે પોલીસની ટ્રાફિક નિયમનની થોડી ઉણપ વર્તાય હતી.